પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/4/2025 9:24:17 PM

તા.૧૭/૦૨/૨૦૨૦ થી તા.૨૩/૦૨/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

ભાવનગર જીલ્લાનો કુખ્યાત ધરફોડ ચોર અને ચોરીના ૩ ગુન્હા તથા ગેંગ કેસના ૧ ગુન્હામાં  વોન્ટેડ આરોપી અમીન રાવમાને ઝડપી લેતી એસ.ઓ.જી.પોલીસ

 

    ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ.

   જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ભાવનગર જીલ્લાનો કુખ્યાત ઘરફોડ ચોર અને ચોરીના અસંખ્ય ગુન્હાઓમાં સંડોવાયેલ અને નિલમબાગ પોલીસ સ્ટેશનની ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ગેંગ કેસમાં વોંન્ટેડ આરોપી અમીન દિલાવરભાઇ રાઉમા/સંઘી ઉ.વ.૩૦ રહેવાસી મફતનગર પ્રભુદાસતળાવ હવા મસ્જીદની બાજુમાં ભાવનગર વાળાને રેલ્વે સ્ટેશન રોડ, યાત્રી હોટલ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

    આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ.કોન્સ. બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા,  હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

 

 

ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૨૧૬ કિ.રૂ.૬૪,૮૦૦/- તથા બિયર ટીન નંગ-૧૪૪ કુલ રૂ. ૧૪,૪૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮૫,૨૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

               

  ભાવનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.એ.એમ.સૈયદ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લા શહેર/ગ્રામ્ય માં દેશી દારૂ તથા વિદેશી દારૂની બદીનેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના કરેલ

    જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે સુભાષનગર રોડ પંચવટી ચોક હનુમાનજીના મંદીર વાળા ખાંચામા પ્લોટ નં-૨૩૮૯ મા રહેતા ભુપતભાઇ દયાળભાઇ ચૌહાણના રહેણાંકી મકાને ભુપતભાઇ ચૌહાણના જમાઇ મનોજભાઇ દિલીપભાઇ ચૌહાણ રહે. ઘોઘારોડ ગૌશાળા પાસે લક્ષ્મીનગર વાળો તથા હમીરભાઇ ભાકાભાઇ ચૈાહાણ રહે. રૂવા ગામ તથા પ્રવિણભાઇ કનુભાઇ અલગોતર રહે. સુભાષનગર ભાવનગર વાળાઓ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની હેરાફેરી કરવાના છે અને જો તાત્કાલીક રેઇડ ન કરવામા આવે તો ઇંગ્લીશ દારૂનો જથ્થો સગેવગે કરી નાંખે તેવી પુરીપુરી શકયતા છે તેવી હકિકત મળતા જે હકિકત આઘારે તુરતજ બાતમી વાળી જગ્યા રેઇડ કરતા રેઇડ દરમ્યાન (૧)મનોજભાઇ દિલીપભાઇ ચૌહાણ જાતે કોળી ઉવ.૩૧ રહે. હાલ પંચવટી ચોક સુભાષનગર રોડ પંચવટી ચોક હનુમાનજીના મંદીર વાળા ખાંચામા પ્લોટ નં-૨૩૮૯ ભાવનગર મળુ-ઘોઘા રોડ ગૈશાળા પાસે લક્ષ્મીનગર મફતનગર ભાવનગર (૨)પ્રવિણભાઇ કનુભાઇ આલગોતર જાતે ભરવાડ ઉવ.૧૯ રહે.સુભાષનગર વર્ષા સોસાયટી સામે ભરવાડ વાડો મફતનગર ભાવનગર તથા (૩)હમીરભાઇ ભાકાભાઇ ચૈાહાણ જાતે કોળી ઉવ.૬૦ રહે. રૂવા ગામ રામાયણ ચોક તા.જી.ભાવનગર વાળાઓ હાજર મળી આવી રહેણાંકી મકાનના ફળીયામા પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની પાર્ટી સ્પેશીયલની બોટલ નંગ-૨૧૬ કિ.રૂ.૬૪,૮૦૦/- તથા બીયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ કિ.રૂ ૮૫,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેરની  કાર્યવાહી કરી પ્રોહી એકટ મુજબનો ધોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે. 

   આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો હેડ કોન્સ.સાગરભાઇ જોગદીયા, જયરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખુમાણ, ઘનશ્યામભાઇ ગોહીલ, પો.કો. સંજયભાઇ ચુડાસમા, મહેન્દ્રભાઇ ચૌહાણ, ઇમ્તીયાજ પઠાણ તથા ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા