તા.૦૩/૦૨/૨૦૨૦ થી તા.૦૯/૦૨/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ગારીયાધાર પોલીસ સ્ટેશનના વાહન ચોરીનો ગુનો ગણતરીના કલાકોમા ઉકેલી ચોર આરોપી ને મુદામાલ સાથે પકડી પાડતી ભાવનગર જીલ્લાની ગારીયાધાર પોલીસ
મે.ભાવનગર રેન્જ ના નાયબ પોલીસ મહાનીરીક્ષક સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા મીલ્કત સંબંધીત ગુનાઓ ઉકેલી મુદામાલ તથા આરોપીઓની ધરકપડ કરવા અન્વયે પાલીતાણા ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સુચના મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમા ગઇ કાલે દાખલ થયેલ ટુવ્હીલ મોટરલ સાયકલ ચોરીનો ગુનો ડીટેકટ કરી આરોપી ધરપકડ કરવા સારૂ ગારીયાધાર પોલીસ તપાસમા હતી તે દરમ્યાન પો.કોન્સ. જીતેન્દ્રભાઇ માસાભાઇ ડાંગર નાઓને બાતમી હકીકત મળેલ કે એક ઇસમ સાવરકુંડલા બાજુથી ચોરાવ બાયક સાથે ગારીયાધાર તરફ આવે છે જેથી બાતમી હકીકત આધારે ગારીયાધાર પોલીસ સ્ટાફ ચારોડીયા ચોકડી પાસે વોચમા રહી તપાસ કરતા એક ઇસમ બાતમી મુજબની મોટર સાયકલ લઇ નીકળતા તેને ઉભો રાખી પુછપરછ કરતા પોતે આબીદભાઇ દાઉદભાઇ બાવળીયા રહે. સાવરકુંડલા વાળો હોય અને મોટર સાયકલ નંબર ની ખરાય કરતા ગઇકાલે ગારીયાધાર પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ વાહન ચોરી ના ગુનાનુ મોટરસાયકલ હોય જેથી સદરહુ ચોર ઇસમને પકડી ગારીયાધાર પો.સ્ટે.ના ચોરીના કામે ગયેલ મોટર સાયકલ કિ.રૂ. ૩૦૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ગુન્હો ગારીયાધાર પોલીસે ડીટેકટ કરેલ છે. આ કામે વધુ તપાસ ચાલુ છે.
કબ્જે કરેલ મુદામાલ હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- કામગીરીમા જોડાયેલ પોલીસ ટીમ, કે.એચ.ચૌધરી પો.સબ.ઇન્સ ગારીયાધાર પો.સ્ટે., જીતેન્દ્રભાઇ માસાભાઇ ડાંગર, વિજયભાઇ મેહુરભાઇ મકવાણા પો.કોન્સ., જીતેન્દ્રભાઇ મકવાણા ડ્રા.પો.કોન્સ. જોડાયા હતા.
ભાવનગર કરચલીપરા ભરવાડવાડા પાસેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ જથ્થો દારૂની બોટલ નંગ-૫૪૦ તથા બીયર ટીન નંગ-૧૨૦ સાથે અતુલ લોડીંગ વાહનમાં કિ.રૂ. ૧,૭૪,૦૦૦/- નો મુદામાલ ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો વહેલી સવારના વોચમાં તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે બ્લુ કલરની અતુલ શકિત લોડીંગ રીક્ષા નંબર G J 23-AU-4550 માં (૧) રફિકભાઇ ઉર્ફે દાદા એહમદભાઇ શેખ રહે. શેલારશા ચોક ભાવનગર તથા (ર) મહમદહુસેન ઉર્ફે મમો મહેબુબભાઇ બેલીમ ઉવ. ૨૧ રહે. અમીપરા ભાવનગર વાળા નામના ઇસમો અતુલ લોડીંગ રીક્ષામાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને મળી આવતા તેના કબ્જાની લોડીંગ રીક્ષા માંથી (૧) MCDOWELLS -SUPERIORE WHISKY લખેલ છે.અને ૭૫૦ મીલી દારૂ ભરેલ છે. તે બોટલો નંગ-૫૪૦ કિ.રૂ ૧,૬૨,૦૦૦/-(ર) KINGFISHER STRONG FRESH DRAUGHT BEER લખેલ છે.અને ૫૦૦ મીલી બીયર ટીન નંગ-૧૨૦ કિ.રૂ. ૧૨,૦૦૦/- (૩) સેમસંગ મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦/- (૪) અતુલ લોડીંગ રીક્ષા G J 23-AU-4550 કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૨,૪૪,૫૦૦/-ના મુદામાલ સાથે પકડાઇ તો મજકુર બંન્ને ઇસમો વિરૂધ્ધ પ્રોહી.એકટ કલમઃ-૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબ ગુન્હો કરેલ હોય ઘોરણસર અટકાયત કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડકોન્સ.વનરાજભાઇ ખુમાણ, ઘનશ્યામભાઇ, જયરાજસિંહ જાડેજા, પો.કો. ઇમ્તીયાઝ પઠાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, રાજેન્દ્રસિંહ સરવૈયા, મહેન્દ્રભાઇ ચૌહાણ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.