પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

ટુરિઝમ પોલીસ

7/5/2025 12:50:28 AM

પ્રવાસધામ

સને-૨૦૦૬ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઊજવવાનું સરકારશ્રી તરફથી નિર્ણય લેવાના સંદર્ભના પત્રમાં જણાવેલી મુદ્દાઓ બાબતે અત્રેના જિલ્લા નીચે મુજબની વિગતે મુદ્દાવાઇઝ કાર્યવાહી અમલવારીમાં લાવવામાં આવી છે.
 

  • ઐતિહાસિક / ધાર્મિક સ્થળો તેમ જ જોવા લાયક સ્થળોની યાદી નીચે મુજબ છે.

    ભાવનગર શહેરમાં ઐતિહાસિક સ્થળો:- ગાંધીસ્મૃતિ, સરદાર સ્મૃતિ, નીલમબાગ પેલેસ, બાર્ટન લાઇબ્રેરી, ટાઉનહોલ, ગંગાદેરી , હાથબ બંગલો, ત્રાપજ બંગલો , તખ્તેશ્વર મંદિર ભાવનગર, ભાવનગરમાં ધાર્મિક સ્થળો તેમ જ જોવાલાયક સ્થળો:- ગોળીબાર હનુમાન,તખ્તેશ્વર મહાદેવ મંદિર, રૂવાપરી મંદિર , ગૌરીશંકર , તળાવ સ્થાપનાથ મહાદેવ, બારસો શિવ મહાદેવ મંદિર , જસોનાથ મંદિર , સરદાર પટેલ ગાર્ડન (પબ્લિક બાગ) ઝાંઝરિયા હનુમાન , રામમંત્ર મંદિર , ભગવાનેશ્વર મંદિર , શીતળામાતાનું મંદિર ઘોઘા રોડ, નાની ખોડિયાર મંદિર , ખોડિયાર મંદિર (રાજપરા) ગૌતમેશ્વર નદી , શિહોર , શિહોરી માતાનો ડુંગર , કોળિયાક નિષ્કંલક મહાદેવ, ઘોઘા , દરિયાકિનારો , ગોપનાથ મહાદેવ , ભવાની મંદિર , ગુરુઆશ્રમ બગદાણા, નેપાળી આશ્રમ , ખુંટવડા , તલગાજરડા મોરારી બાપુનો આશ્રમ , તાલઘ્વંજ ડુંગર તળાજા, અલંગ , શિપબ્રેકિંગ યાર્ડ, પાલિતાણા શંત્રુંજય પર્વત જૈન દેરાસરો, શેત્રુંજી ડેમ , શામળાબાપાનો આશ્રમ, રૂપાવટી , અયાવેજ ખોડિયાર મંદિર , કાનજી સ્વામી જૈન મંદિર , સણોસરા લોકભારતી , પાળિયાદ વિસામણ બાપુનો આશ્રમ , ગઢડા સ્વામી ગોપીનાથજી મંદિર , સ્વામીનારાયણ અક્ષર પુરૂસોત્તમ મંદિર , દડવા રાંદલમાતાનું મંદિર , કાળિયાર અભિયારણ્ય વેળાવદર , અયોઘ્યાપુર જૈન મંદિર વલ્લભીપુર


    ઉપરોક્ત સ્થળો પર ફરજ બજાવતા કર્મચારીઓને તે સ્થળ શા માટે જાણીતું છે, તેનું મહત્વ શું છે. પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સગવડો, જેવી કે રસપ્રદ રોટલો, સ્થળો , સિનેમાગૃહો , બાગબગીચા, મનોરંજન સ્થળો , હોસ્પિટલ , મ્યુઝિયમ , પાસપોર્ટ કચેરી , એરપોર્ટ તેમ જ સ્થાનિક રિવાજથી પરિચિત એરિયાનો વિસ્તાર નજીકનું પોલીસ સ્‍ટેશન , રાજ્ય ધોરી માર્ગો , નેશનલ માર્ગો , રેલવે બસ સ્ટેશન વગેરે બાબતોની જાણકારી રાખી પ્રવાસીઓને માહિતગાર કરવા તમામને સમજ આપવામાં આવેલ છે.
     
  • ઉપરોક્ત સ્થળોએ ચોક્કસ સમયે યોજાતા ફંક્શન વખતે વિશેષ કાળજીનાં પગલાં લઈ પ્રવાસીઓની સલામતી જાળવવા તકેદારી રાખવા તમામ પોલીસ અમલદારો સૂચના કરવામાં આવેલ છે.
  • પ્રવાસીઓની સલામતી માટે તેમ જ તેઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓ અંગ્રેજી / હિન્‍દી ભાષાના જાણકાર હોય તેઓને આવી ફરજ બજાવવા સંબંધકર્તા તમામ તાબાના અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
  • પ્રવાસીઓ દ્વારા લવાતાં નાનામોટા વાહનોના પાર્કિગ બાબતે અલ્પ સમયના નો પાકિર્ગ ઝોન, વાહન પ્રવેશબંદી વગેરે કાર્યવાહી માટે જે કાર્યવાહી જિલ્‍લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી કરવાની રહેતી હોય છે તે અંગેનાં જાહેરનામાં બહાર પાડવા બાબતે અત્રેથી અગ્ર સચિવશ્રી , ગૃહ વિભાગ , સચિવાલય, ગાંધીનગરને આપ સા.ની કચેરી મારફતે દરખાસ્ત અત્રેના તા.૨૩/૦૩/૨૦૦૬ ના પત્ર ક્રમાંક:૬પ/સીબી-પ/ર૪ર/૦૬ થી સાદર કરવામાં આવેલ છે.
  • પ્રવાસીઓને પ્રવાસના સ્થળેથી અન્ય સ્થળે જવાનું થાય ત્યારે ટેક્સી રિક્ષા વાજબી ભાડેથી મળી રહે તે માટે સંબંધીત ટ્રાફિક વિભાગને સૂચના કરવામાં આવેલ છે.
  • યાત્રા-પ્રવાસધામ પર ફરજ બજાવતા કર્મચારીઓને સ્થળની જાણકારી મહત્વ તેમ જ ઉપલબ્ધ સગવડો વગેરે ઉપર મુજબ મુદ્દા નં.૧ માં જણાવ્યા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
  • યાત્રાસ્થળ ઉપર પ્રવાસીઓને દલાલ / ભિખારીઓ તેમ જ વાહનચાલકોથી કોઈ છેતરપિંડી કે અન્ય રીતે હેરાનગતિ ન થાય તે માટે સ્થાનિક પોલીસથી બંદોબસ્તની વ્યવસ્થિત સ્કીમ બનાવીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં / મૂકવામાં આવે છે, જેમાં ટ્રાફિક પોલીસ / ખાનગી કપડામાં પણ પોલીસ પેટ્રોલિંગ તેમ જ ડી સ્ટાફ પોલીસ સબ-ઇન્‍સ્‍પેકટર તથા તેના સ્કવોડની રચના કરી કામ કરવામાં આવે છે તેમ જ લારીગલ્લા ફેરિયાઓ દ્વારા જાહેર જગ્યામાં કાયમી કે હંગામી દબાણ ન થાય તે માટે આવાં દબાણ કરવાવાળાઓ ઉપર ઇપીકો ક.ર૮૩ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.
  • પ્રવાસનાં સ્થળોએ કેફી , માદક દ્રવ્યની પ્રવૃત્તિ , જુગાર , વેશ્યાવૃતિ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓને શોધી કાઢી પકડી પાડવા માટે ખાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચથી તેમ જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમ જ એમટી ઇકો ક્રાઇમ સેલ દ્વારા સફળ રીતે ખૂબ જ અસરકારથી પરિણામલક્ષી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
  • પ્રવાસનાં સ્થળોએ ખાનગી પાર્ટીઓ / સેવાભાવી સંસ્થાઓની સ્‍પોન્સરશિપથી બોર્ડ બનાવડાવવા તમામને સૂચના કરેલ છે. જેમાં
    • પર્સ પાકીટ જેકેટની અંદરની બાજુના ખિસ્સામાં રાખવા
    • અગત્યના દસ્તાવેજો જેવા કે પાસપોર્ટ તેમ જ કીમતી દાગીના હંમેશાં હોટેલના સેફ કસ્ટડીમાં લોકરમાં જમા કરાવીને જવું વગેરે
    • હોટેલના રૂમ પર આવતી અપરિચિત વ્યક્તિઓથી સાવધ રહેવા વગેરે
    • એરપોર્ટ , વાહન સ્ટેન્ડ, કે ટેક્સી સ્ટેન્ડ પર કોઈ પણ સામાન રેઢો મૂકવો નહિ વગેરે
    • ઓટોરિક્ષા મીટર પ્રમાણે ભાડું આપવાનો આગ્રહ, ભાડાના દર બતાવવા વગેરે
    • મુખ્ય પ્રવાસ સ્થળ પર મજૂરોના દર નક્કી કરેલા હોય છે. ચોરી અગર કોઈ વસ્તુ ગુમ થવાના કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અગત્યના ટેલીફોન નંબર વગેરેની માહિતી વગેરે.

ઉપર મુજબના તમામ મુદ્દાઓ ઉપર પદ્ધતિસરનુ તબક્કાવાર આયોજન કરવામાં આવેલ છે. ભાવનગર જીલ્લામાં પ્રવાસન સ્થળો પર વધુમાં વધુ દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાત લે તે માટે ચાલુ વર્ષમાં પ્રયત્નો કરવામાં આવેલ છે.