પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

ભવિષ્યનું આયોજન

9/9/2025 8:57:23 PM

ભવિષ્યનુ આયોજન

 

  1. ભાવનગર શહેર ખાતે જુની પોલીસ લાઇનમાં કક્ષા બી-૨૦૦ના મકાનોના બાંધકામ પોલીસ આવાસ નિગમ દ્વારા તા.૨૦/૦૯/૨૦૧૫ થી શરૂ કરેલ છે. જે તા.૧૪/૦૯/૨૦૧૭ ના રોજ પોલીસ આવાસ નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવનાર હોય હાલ કામ ચાલુ છે.
  2. ભાવનગર શહેર ખાતે પોલીસ હેડ કવાટર્સમાં રીઝર્વ પો.સબ.ઇન્સ.શ્રીની કચેરીનાં મકાનનું બાંધકામ પોલીસ આવાસ નિગમ દ્વારા તા.૩૦/૦૬/૨૦૧૫ના રોજ શરૂ કરી આ કચેરીના મકાનનું બાંધકામ પૂર્ણ થતા તા.૨૭/૦૫/૨૦૧૬ના રોજ કબ્જો સોંપી મુખ્યમંત્રી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે.
  3. ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે પાલીતાણા રૂરલ ખાતે ગ્રામ્ય પોલીસ સ્ટેશનનાં મકાનનું બાંધકામ આવાસ નિગમ લિમીટેડ દ્વારા તા.૧૪/૧૨/૨૦૧૫ થી શરૂ કરેલ છે. હાલ કામ શરૂ છે. તા.૧૩/૧૦/૨૦૧૬ સુધીમાં પૂર્ણ કરવાનું થાય છે.
  4.   પાલીતાણા ખાતે નાયબ પોલીસ અધીક્ષકશ્રીની કચેરી પાલીતાણાના મકાનનુ બાંધકામ પોલીસ આવાસ નિગમ લિમીટેડ દ્વારા તા.૧૪/૧૨/૨૦૧૫ થી શરૂ કરેલ છે. જે કામ હાલ શરૂ છે. તા.૧૩/૧૦/૨૦૧૫ સુધીમાં પૂર્ણ કરવાનું થાય છે.
  5. પાલીતાણા ખાતે બી-૨૪ ના મકાનો તથા પાલીતાણા અર્બન પોલીસ સ્ટેશનના મકાનનો બાંધકામ પોલીસ આવસ નિગમ દ્વારા પૂર્ણ કરી કબ્જો તા.૦૪/૧૧/૨૦૧૫ ના રોજ સુપત્ર કરેલ છે.
  6. સોનગઢ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મકાનનુ બાંધકામ પોલીસ આવાસ નિગમ લીમીટેડ દ્દારા પૂર્ણ કરતા કબ્જો સોંપતા તારીખ ૨૧/૦૧/૨૦૧૫થી તાબા પાવતીમા સહી કરી  કબ્જો સંભાળવામાં આવેલ છે.
  7. તળાજા ખાતે કક્ષા બી-૨૪ના મકાનો તથા તળાજાનુ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મકાનોના બાંધકામ પોલીસ આવાસ નિગમ દવારા સોંપતા તા.૨૭/૦૬/૨૦૧૫ થી તાબા પાવતિમાં સહી કરી કબ્જો સંભાળેલ છે. તા.૨૧/૨૦૧૫ ના રોજ મુખ્યમંત્રી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે.
  8. બગદાણા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મકાનનુ બાંધકામ પોલીસ આવાસ નિગમ લિમીટેડ દ્વારા પૂર્ણ કરી કબ્જો તારીખ ૦૬/૧૨/૨૦૧૪ના રોજ સોંપેલ છે. તા.૦૭/૧૨/૨૦૧૪ ના રોજ બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે.  
  9.  જેસર ખાતે કક્ષા બી-૧૨ કક્ષા સી-૧ તથા જેસર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મકાનોના બાંધકામ પોલીસ આવાસ નીગમ દ્વારા પૂર્ણ કરતા કબ્જો તારીખ ૨૭/૦૧/૨૦૧૫ જેસર પોલીસ સ્ટેશન તથા કક્ષા સી-૧ તથા તારીખ ૧૯/૦૨/૨૦૧૬ કક્ષા બી.૧૨ના મકાનોનો કબ્જો સંભાળી તાબા પાવતીમાં કરવામાં આવેલ છે. અને તા.૨૭/૦૭/૨૦૧૫ના રોજ મુખ્યમંત્રી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે.
  10. ભાવનગર ખાતે ગંગાજળીયા (સી ડીવી) પોલીસ સ્ટેશનના મકાનનુ બાંધકામ પોલીસ આવાસ નિગમ દ્વારા પૂર્ણ કરતા તા.૦૧/૧૦/૨૦૧૪થી કબ્જો સંભાળવામાં આવેલ છે. અને તા.૦૭/૧૨/૨૦૧૪ના રોજ લોકાર્પણ કરવામાં આવેલ છે.
  11. ભાવનગર જીલ્લાનાં અલંગ ખાતે અલંગ મરીન પોલીસ સ્ટેશનનાં મકાનનું બાંધકામ પોલીસ આવાસ નિગમ લિમીટેડ દ્વારા પૂર્ણ કરતા તા.૨૦/૧૧/૨૦૧૪ના રોજ તાબા પાવતીમાં સહી કરી કબ્જો સંભાળવામાં આવેલ છે. તા.૦૭/૧૨/૨૦૧૪ના રોજ લોકાર્પણ કરવામાં આવેલ છે.
  12. ભાવનગર ખાતે મહિલા પોલીસ સ્ટેશનના મકામનું બાંધકામ પોલીસ આવાસ નિગમ લિમીટેડ દ્વારા તા.૧૯/૦૬/૨૦૧૪ ના રોજ બાંધકામ પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવેલ છે.
  13. ભાવનગર જીલ્લાનાં ઉમરાળા પોલીસ સ્ટેશનનુ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મકાનનુ બાંધકામ પોલીસ આવાસ નિગમ લિમીટેડ દ્વારા તા. ૧૭/૦૨/૨૦૧૫ ના રોજ બાંધકામ પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવેલ છે.