પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

તાલીમ

7/4/2025 7:39:49 PM

તાલીમઃ

        અત્રેના જીલ્લામાં પોલીસ કર્મચારીઓને લીડરશીપ તાલીમ, કોમ્યુનિકેશન તાલીમ, પોલીસ મીડિયા રીલેશનશીપ તાલીમ, પ્રોબ્લેમ સોલ્વિંગ તાલીમ, પોલીસ એટીટ્યુડ, વેલ્યુઝ એન્ડ એથિક્સ, સીટીઝનશીપ, પાર્ટનરશીપ તાલીમ, પોલીસ પબ્લિક રીલેશન, ક્ષમતા વિકાસ તાલીમ, જેન્ડર સેન્સેટાઇઝેશન તાલીમ, ગોલ સેટીંગ તાલીમ, સ્ટ્રેસ મેનેજમેન્ટ તાલીમ, યોગ શિબિર, પર્સનલ ઇફેક્ટીવનેસ ઇમ્પ્રુવમેન્ટ તાલીમ, ક્રિયેટીવિટી તાલીમ, ટીમ બિલ્ડિંગ તાલીમ, વાયરલેસ કોમ્યુનિકેશન તાલીમ, એઇડ્સ અવરનેસ કાર્યક્રમ, એમ.ઓ.બી. કોન્સટેબલની તાલીમ, રાઇટર હેડની તાલીમ, ઇન્ટેલીજન્સની તાલીમ આપવા આવેલ છે.

        અત્રેના જીલ્લા  ખાતે તા.૦૭/૦૬/૨૦૧૦ થી HDIITS ની તાલીમ આપેલ છે.

        ગુજરાત સરકાર દ્વારા નિયત કરેલ કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમા ૧૦ કોમ્પ્યુટર રાખી પોલીસ કર્મચારીઓને કોમ્પ્યુટરાઇઝ કામગીરી અંગેની તાલીમ આપવામાં આવે છે.

        વર્ષ ૨૦૧૩ થી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ ઇ-ગુજકોપ એપ્લીકેશન જીલ્લાનાં દરેક પોલીસ સ્ટેશન ખાતે હાલ કાર્યરત હોય હાલ તમામ પોલીસ સ્ટેશન ખાતે દરેક પ્રકારની પોલીસ સ્ટેશનને લગતી કામગીરી ઓનલાઇન કરવામાં આવે છે.

        ઇ-ગુજકોપની ઓન લાઇન કામગીરી કરવામાં કોઇ પોલીસ સ્ટશેન ખાતે તકલીફના પડે તે માટે પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર ખાતે કાર્યરત જીલ્લા તાલીમ કેન્દ્ર ખાતેથી ઇ-ગુજકોપ એપ્લીકેશનને લગતી બેઝીક, રોલબેઝ, ટીઓટી જેવી તાલીમ જીલ્લાના દરેક અધિકારીશ્રીઓ/કર્મચારીઓને આપવામાં આવેલ છે. જયારે પણ એપ્લીકેશનમાં કોઇ અપડેશન કરવામાં આવે અથવા કોઇ નવા મેનુનો ઉમુરો કરવામાં આવે ત્યારે જો તાલીમની જરૂરીયાત ઉભી થાય. ત્યારે પણ અત્રે કાર્યરત જીલ્લા તાલીમ કેન્દ્રથી તાલીમનુ આયોજન કરી તાલીમ આપવામાં આવે છે.

        જીલ્લાના દરકે પોલીસ સ્ટેશન/કચેરી દ્વારા ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં કરવામાં આવતી તમામ પ્રકારની ઓનલાઇન કામગીરીનું પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગર ખાતે કાર્યરત કોમ્પ્યુટર શાખા દ્વારા મોનીટરીંગ કરવામાં આવે છે. તેમજ રોજે રોજ કરવામાં આવતી ઓનલાઇન કામગીરીનો દૈનિક અહેવાલ તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રીને તેનો દૈનિક અહેવાલનો રીપોર્ટ કરવામાં આવે છે.