પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/4/2025 10:06:06 PM

તા.૨૩/૧૨/૨૦૧૯ થી તા.૨૯/૧૨/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

 ૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

સાતેક મહીના પહેલા ચોરી કરેલ મોટર સાઇકલ સાથે વાહન ચોરને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભાવનગર

 

   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા સાહેબ તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા સાહેબ તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

    જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે કુંભારવાડા સર્કલ તરફથી ગઢેચી વડલા તરફના રસ્તે એક ઇસમ શંકાસ્પદ હોન્ડા એકટીવા સ્કુટર ગ્રે/સીલ્વર કલરનુ નંબર પ્લેટ વગરની સાથે આવવાનો છે તે મોટર સાયકલ ચોરી કરી લાવેલ છે તેવી હકિકત મળતા પંચો સાથે બાતમી વાળી જગ્યાએ જઇ ખરાઇ કરતા બાતમી તથા વર્ણન વાળો ઇસમ મળી આવતા નામ સરનામું કરશનભાઇ ઉર્ફે ઘોહો દેવજીભાઇ શિયાળ જાતે કોળી ઉ.વ.૩૦ રહે.ભારાપરા ગામ તા.તળાજા જી.ભાવનગર વાળો હોવાનું જણાવેલ તેની પાસેના હોન્ડા એકટીવા મો.સા.ગ્રે/સિલ્વર કલરનુ જેની આગળ પાછળની નંબર પ્લેટ વગરનુ જેના એન્જીન નંબર-JF50EG0012872 તથા ચેસીઝ નંબર-ME4JF50ADKG012296 નું મળી આવતા કાગળો માંગતા નહી હોવાનું જણાવતા અને આઘાર પુરાવા રજુ કરવા જણાવતા ફર્યુ ફર્યુ બોલતા અને આઘાર પુરાવો રજુ નહી કરતા સદરહું મો.સા. ચોરી કરી અગર છળ કપટથી મેળવેલાનું જણાતા શકપડતી મિલ્કત ગણી C R P C -૧૦૨ મુજબ કિ.રૂ. ૪૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને  C R P C -૪૧(૧) ડી મુજબ ઘોરણ સર અટકાયત કરી મજકુરની વિશેષ પુછપરછ કરતા સદરહું મો.સા. તેણે કુંભારવાડા મોતીતળાવ રામાપિરના મંદિરની સામે નાળા પાસેથી  સાતેક મહીના પહેલા ચોરી કરેલાની કબુલાત કરતા તેના વિરૂધ્ધમાં કાગળો તૈયાર કરી ભાવનગર શહરે  બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.  

    આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. વી.વી.ઓડેદરા સાહેબ  તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની  સાહેબ સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા ભયપાલસિંહ ચુડાસમા તથા વિઠ્ઠલભાઇ બારૈયા, રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.