પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

4/20/2024 11:54:29 AM

તા.૨૫/૧૧/૨૦૧૯ થી તા.૦૧/૧૨/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

વેળાવદર ભાલ તાબેની અધેળાઈ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમિયાન પ્લાસ્ટિકની કેરેટની આડમાં પ્લાસ્ટિકની કોથળીમા છૂપાવેલ પોશ ડોડા વજન ૬૬૦ કિલો,તથા બોલેરો પીક અપ વાહન સહીત કુલ મુદ્દામાલ રૂ.૪,૭૨,૫૬૦/-સાથે બે ઇસમને ઝડપી પાડતી  વેળાવદર ભાલ પોલીસ

 

    ભાવનગર રેન્જ વડા શ્રી અશોક કુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા ભાવનગર નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એચ.ઠાકર સાહેબે નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ તેમજ વહન કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ

     જે સૂચના અનુસંધાને વેળાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા પોલીસ સ્ટાફ અધેળાઈ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમા હતા તે દરમિયાન એક બોલેરો પીક અપ વાહન  રજી.નં MP 14 GB 0886 નિકળતા તેને રોકી વાહન મા બેસેલ બંન્ને ઈસમોના નામ ઠામ પૂછતાં (૧) બલરામ પ્રભુરામ પાટીદાર (૨) વિશાલ બહેરુલાલ પાટીદાર રહે બંન્ને રાઉટી ગામ જી. મંદસૌર મધ્ય પ્રેદેશના હોવાનું જણાવતા હોય વાહનમાં શુ ભરેલ છે તે બાબતે પૂછતાં ગલ્લા તલ્લા કરતા તે વાહનને ચેક કરતા પાછળ પ્લાસ્ટિકની કેરેટની આડમા છુપાવેલ પ્લાસ્ટિકની મોટી થેલીઓમાં રહેલ પોશડોડા જેવી ચીજ વસ્તુ જણાતા તુરત જ સર્કલ પો.ઇન્સ શ્રી.એમ.એ.રાઠોડ સાહેબ ને જાણ કરી જડતી તપાસ કરતા પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવેલ જેમાં પોશડોડા વજન કિલો ૬૬૬ જેની કી.રૂ ૨,૬૬,૩૬૦/- તથા બોલેરો પીક અપ કી.રૂ ૨,૦૦,૦૦૦/- તથા પ્લાસ્ટિક ના કેરેટ નંગ ૩૭ કી રૂ ૩૭૦૦/- તથા બે મોબાઈલ કી.રૂ ૨૫૦૦/- મળી કુલ મુદ્દામાલ કી રૂ. ૪,૭૨,૫૬૦/- સાથે બંન્ને ઇસમોને એન.ડી.પી.એસ એકટ ની કલમ ૧૫,૧૫ સી, ૨૯, મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

      આ કામગીરીમાં ભાવનગર ગ્રામ્ય સર્કલ પો.ઇન્સ. શ્રી એમ.એ.રાઠોડ સાહેબ તથા સી.પી.આઈ કચેરીના પોલીસ સ્ટાફ તથા વેળાવદર પો.સ્ટેના શ્રી.પો.સબ.ઇન્સ આર.એચ.બાર સાહેબ તથા વેળાવદર પો.સ્ટેના પોલીસ સ્ટાફ તથા એફ.એસ.એલ. ભાવનગરના અધિકારી શ્રી.આર.સી. પંડ્યા સાહેબે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.