પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/4/2025 10:05:03 PM

તા.૧૧/૧૧/૨૦૧૯ થી તા.૧૭/૧૧/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

 ૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

સગીર વયના મંદબુધ્ધીના ગુમ થયેલ બાળક જે અન ડીટેક્ટ ગુન્હાને શોધી કાઢતી વલ્લભીપુર પોલીસ સ્ટાફ

      આ કામે હકીકત એવી છે કે ગઇ તા.૦૪/૧૧/૨૦૧૯ ના રોજ નાઇટ રાઉન્ડ દરમ્યાન વલ્લભીપુર તાલુકાના પાણવી ગામ પાસેથી એક સગીર વયના મંદબુધ્ધીનો બાળક મળી આવેલ જે પોતાનું નામ બોલતો ન હોય જેથી તેમને વલ્લભીપુર પો.સ્ટે. લાવેલ. બાદ પો.સબ.ઇન્સ.શ્રી. એમ.ડી. મકવાણા સાહેબ નાઓએ યોગ્ય પુછપરછ કરતા તેના ગામનું નામ પુછતા માંડવડા,  માંડવડા બોલતો હોય જેથી આ બાબતે પાલીતાણા તાલુકાના મોટા માંડવડા ગામે ટેલીફોનીક થી પોતાના વાલી વારસનો કોન્ટેક કરી તપાસ કરાવતા મળી આવેલ સગીર ચિરાગભાઇ ઘુઘાભાઇ વાઘેલા ઉ.વ ૧૭ રહે. મોટા પાણીયાળી તા.પાલીતાણા વાળો પોતાના મામાના ગામ મોટા માંડવડા ગામે ગયેલ અને તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે પોતાના ઘરેથી જતો રહેલ જે બાબતે સગીરના વાલીએ પાલીતાણા રૂરલ પો.સ્ટે.માં ફસ્ટ ગુ.ર.નં-  ૩૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ- ૩૬૩ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જે ગુન્હો ડીટેક્ટ કરી પાલીતાણા રૂરલ પો.સ્ટે.ને જાણ કરેલ છે. 

     આ સમગ્ર કામગીરીમાં પો.સબ.ઇન્સ. શ્રી.એમ.ડી.મકવાણા, હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ રાયજાદા, હેડ કોન્સ. રામભાઇ કટારા, પો.કોન્સ. રાજવીરસિંહ જાડેજા, પ્રવિણસિંહ વાળા જગદીશભાઇ સાંગા તથા વિનોદભાઇ ડાંગરએ રીતેના કામગીરી માં જોડાયેલ હતા.

 

ખુનના ગુન્હામાં જેલમાંથી ફર્લો જંપ કરી પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી./ પેરોલ-ફર્લો ટીમ

       ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબની સુચનાથી ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.જે.કે.મુળીયા સા. તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ. આર.બી.વાધીયા સા.ના માર્ગદર્શનથી એસ.ઓ.જી.ને મળેલ હકિકત આધારે બોરતળાવ પો.સ્ટે. કલમ-૩૦૨ વિગેરેના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદી નંબર ૪૬૩૪૭ અમીત ઉર્ફે અક્ષય દલપતભાઇ મકવાણા રહે.પ્લોટ નં.૫/પી કૃષ્ણ સોસાયટી મકરવાસ,  ભાવનગર વાળાને ઝડપી રાજકોટ જેલ ખાતે પરત સોપી આપેલ છે.

      મજકુર કેદી સને-૨૦૧૬ માં ભાવનગર શહેર બોરતળાવ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૦૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૨ મુજબના ગુન્હામાં પકડાયેલ અને રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદી તરીકે હતો અને મજકુર આરોપીના ફર્લો મંજુર થયેલ અને ફર્લો પુરા થાય મજકુર આરોપી જેલમાં પરત હાજર થયેલ ન હતો અને છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો હતો જેને આજરોજ એસ.ઓ.જી./પેરોલ ફર્લો પોલીસે પકડી પરત રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.                          

       આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી.એસ.એન.બારોટ સાહેબની આગેવાનીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી જે.કે.મુળીયા સા. તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ. આર.બી.વાધીયા, એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, મહાવિરસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા, ઓમદેવસિંહ ગોહિલ, તથા પેરલો ફર્લો સ્કોર્ડના પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.