તા.૩૦/૦૯/૨૦૧૯ થી તા.૦૬/૧૦/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(એ.એમ.સૈયદ)
I/c નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને શક્તિ નિવાસ નારેશ્વર સોસાયટી ધોધારોડ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ
ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ.
જે અનુસંધાને એસ.ઓ.જી.પોલીસ શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે વડોદરા ગ્રામ્ય જીલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહિ ગુ.ર.ન. 475/2019 પ્રોહિ કલમ 65(એ), (ઈ), 98(2),81 વિગેરે મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અશ્વિન આણંદભાઇ બારૈયા ઉ.વ.25 રહેવાસી પ્લોટ નં.56 બી, શક્તિ નિવાસ, નારેશ્વર સોસાયટી, ધોધારોડ, ભાવનગર વાળાને તેના ઘર પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. યુસુફખાન પઠાણ તથા યોગીનભાઈ ધાંધલ્યા તથા પો.કોન્સ. પાર્થભાઈ પટેલ તથા બાવકુભાઇ ગઢવી જોડાયા હતા.
ભાવનગર જીલ્લા સહિત ૫ જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને માલણકા ખાતેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ.
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના ધ્યાને એવી હકિકત આવેલ કે, ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લામાં પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત મળતા આવા તડીપાર ઇસમોને ઝડપી પાડવા જીલ્લાના અધિકારીશ્રી ઓને સુચના આપેલ જેના ભાગ રૂપે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, અમદાવાદ ગ્રામ્ય/શહેર તથા સુરેન્દ્રનગર જીલ્લામાંથી છ માસ સુધી તડીપાર થયેલ ઇસમ કરણભાઇ ભરતભાઇ ડાભી ઉ.વ.૨૪ રહેવાસી માલણકા પંચાયત ઓફિસ પાછળ તા.જી. ભાવનગર વાળાને તેના ઘરે માલણકાથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદિશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા હારીતસિંહ ચૈાહાણ જોડાયા હતા