પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/4/2025 9:25:03 PM

તા.૧૬/૦૯/૨૦૧૯ થી તા.૨૨/૦૯/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

 ૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(એ.એમ.સૈયદ)

I/c નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

જાલીએ નોટ કાંડમાં એસ.ઓ.જી. પોલીસ ભાવનગરને વધુ એક સફળતા

ખુંટવડા જાલી નોટ પ્રકરણમાં સુરત ખાતેથી વધુ બે આરોપીઓને રૂપિયા ૩૭ હજારની જાલી નોટ સાથે ઝડપી લેતી ભાવનગર પોલીસ.

     તારીખ ૦૬/૦૯/૨૦૧૯ ના રોજ બાતમી આધારે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ખુંટવડા ખાતેથી એક ડોકટર રાકેશભાઇ બાધાભાઇ નાગોથા તથા ભગુભાઇ ઉર્ફે ભગત ભરવાડને રૂપિયા ૨૦૦૦ ના દરની ૨૬ હજારની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબે વધુ તપાસ હાથ ધરેલ

    આ ગુન્હામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ ૯ આરોપીઓને રૂપિયા ૫,૬૨,૭૦૦/- ની જાલી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને આરોપીઓના રિમાન્ડ મેળવેલ હતા અને રિમાન્ડ પરના આરોપીઓની કબુલાત આધારે આ ગુન્હામાં સંડોવાયેલ વધુ બે આરોપીઓ (1) ભાયાભાઇ કરશનભાઇ ગુજ્જર ઉ.વ. 47 રહેવાસી સુરત શિવ શક્તિ નગર બ્લોક નં 122 સુરત મુળ ગામ મહોબતપુરા તા. ગીર ગઢડા (2) હિંમતભાઇ ઉકાભાઇ કાતરીતા ઉ.વ. 32 રહેવાસી 403 સીલીકોન એપાર્ટમેન્ટ ગોરાદડા રોડ સુરત મુળ રાજુલા, ભેરાઇ રોડ જી. અમરેલીવાળાઓને રૂપિયા ૩૮ હજારની જાલી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને કોર્ટમાં રજુ કરે દિન-2 ના રિમાન્ડ મેળવેલ છે.  

     આમ એલ.સી.બી./એસ.ઓજી. પોલીસને ખુંટવડા ઝડપાયેલ જાલી નોટ પ્રકરણમાં વધુ ૩૮૦૦૦/- ની જાલી નોટ સાથે બે આરોપીઓને દબોચી લીધા હતા આ કેસમાં હાલ સુધી ૧૧ આરોપીઓ ઝડપી ૬.૦૭ લાખની જાલી નોટો કબજે કરેલ છે.