તા.૦૫/૦૮/૨૦૧૯ થી તા.૧૧/૦૮/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(ડી.ડી.ચૌધરી)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
નશીલા પદાર્થના સેવનથી બદબાદ થતા યુવાધનને બચાવવા ભાવનગર એસ.ઓ.જી. પોલીસ દ્રારા સ્વામીનારાયણ ગુરૂકુળ ચિત્રા ખાતે “ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ” યોજવામાં આવ્યો.
તાજેતરમાં ગુજરાત રાજ્યના યુવાઘન કે જે નશીલા પદાર્થના સેવન કરી પોતાની જીંદગી બરબાદ કરી રહ્યા છે આ યુવાઘનને નશીલા પદાર્થોના સેવન કરતા અટકાવવા અને બચાવવા માટે ગુજરાત પોલીસ દ્રારા મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે અને ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબે રેન્જના જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓને આ બાબતે કામગીરી કરવા સુચન કરેલ જેના ભાગરૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાં નશીલા પદાર્થોના સેવનથી થતા નુકશાન અને ખુવારી બાબતે સ્કુલો તથા કોલેજોમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યકમો યોજી યુવાનોને ડ્રગ્સની લતે ચડતા અટકાવવા માટે કાર્યક્રમો યોજવા સુચન કરતા.
ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.એસ.ત્રિવેદી તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલે આજરોજ ચિત્રા સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨ માં અભ્યાસ કરતા વિધાર્થી માટે ખાસ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં સ્કુલના પ્રિન્સીપાલ બટુકભાઇ પટેલ તથા સ્કુલનો શિક્ષક ગણ તથા વિધાર્થીઓ અંદાજે ૫૦૦ જેટલા હાજર રહેલ વિધાર્થીઓને નશીલા પદાર્થોના સેવનથી થતા નુકશાન અંગેના વીડીયો પ્રેઝનટેશન બતાવી તથા વકતવ્ય આપી જાગૃત કરવામાં આવેલ હતા આ કાર્યકમનો વિધાર્થીઓ તરફથી ખુબજ સકારાત્મક અભીગમ જોવા મળેલ હતો અને સમગ્ર કાર્યક્રમ ખુબજ સફળ રહેલ હતો. અને ભવિષ્યમાં ભાવનગર એસ.ઓ.જી. પોલીસ દ્રારા શહેરની અલગ અલગ સ્કુલો તથા કોલેજોમાં આવા કાર્યકમો સમયાંતરે યોજવામાં આવશે તેવું એસ.ઓ.જી. પોલીસ દ્રારા જણાવવામાં આવેલ છે.