તા.૨૯/૦૭/૨૦૧૯ થી તા.૦૪/૦૮/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(ડી.ડી.ચૌધરી)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
પ્રાણઘાતક હથીયારો તથા લુટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ અને દાદાગીરી કરતો અને પોતાને માણેકવાડી વિસ્તારનો ડોન સમજતો શખ્સને ભાવનગર જીલ્લાને અડીને આવેલ ચાર જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરતી ગંગાજળિયા પોલીસ.
મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર રેન્જના શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા ના.પો.અધિક્ષકશ્રી.ઠાકર સાહેબ નાઓએ માથાભારે ઇસમોને ભાવનગર જીલ્લામાંથી હદપાર કરવા સુચના કરતા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી.આર.જે.શુકલા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.સુખદેવસિંહ તથા પો.કોન્સ રવિરાજસિંહ રામદેવસિંહ ગોહિલે ગંગાજળિયા પો.સ્ટેવિસ્તારમાં આવેલ આજુબાજુના વિસ્તારમા અવાર નવાર લુંટ તથા હથીયારો સાથે નિકળી માણસોની જીંદગી જોખમમાં મુકે તે રીતે નિકળી ભય ફેલાવતો હોય જેથી માથાભારે શખ્સ સુરેશ ઉર્ફ અંકુશ લાલાભાઇ આલગોતર/ભરવાડ. ઉ.વ.-૨૦ રહે- માણેકવાડી હલુરીયા ચોક ભાવનગર વાળાના હદપારના કાગળો તૈયાર કરી ભાવનગર એસ.ડી.એમ. સાહેબનાઓ તરફ મોકલતા ભાવનગર જીલ્લાને અડીને આવેલ ચાર જીલ્લામાંથી હદપાર કરવાની હદપારી દરખાસ્ત મંજુર થઇ આવતા ડીસ્ટાફના માણસોએ હદપારીની આજરોજ તા.૪/૮/૨૦૧૯ ના બજવણી કરાવી વડોદરા શહેર ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં હે.કોંન્સ પી.એમ.ધાધલ્યા, એચ.બી.સોઢાતર, પો.કોન્સ દશરથસિંહ બબુભા, હિરેનભાઈ મકવાણા, રૂપદેવસિંહ રાઠોડ તથા પ્રકાશભાઈ ગોહેલ તમામ જોડાયેલ હતા
પિસ્ટલ સાથે એક ઇસમને ચિત્રા પાણીની ટાંકી પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ
ભાવનગર શહેર તથા જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા પોલીસ અધિક્ષકશ્રી.જયપાલસિંહ રાઠૌર સાહેબે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી.એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી એચ.એસ.ત્રિવેદીની રાહબરી નીચે એસ.ઓ.જી.ના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા યુસુફખાન પઠાણને મળેલ સંયુક્ત બાતમી આધારે ચિત્રા પાણીની ટાંકી પાસેથી આરોપી વિવેક ઉર્ફે ભોલુ શંભુભાઇ મકવાણા/કોળી ઉ.વ.૨૬ રહેવાસી પ્લોટ નંબર ૩૨, બેન્ક કોલોની ચિત્રા ભાવનગર વાળાને તેના નંબર વિનાના “મોત” લખેલ એકટીવાની ડિક્કીમાંથી એક દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડી મજકુર વિરૂધ્ધ આર્મ્સ એકટ તળે કાર્યવાહી કરી એસ.ઓ.જી.શાખાના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલે સરકાર તરફે ફરિયાદ આપી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.શ્રી. એચ.એસ.ત્રિવેદીની રાહબરી નીચે હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, યુસુફખાન પઠાણ, પોલીસ કોન્સ. ચંન્દ્રસિંહ વાળા, યોગીનભાઇ ધાંધલ્યા, શરદભાઇ ભટ્ટ તથા બાવકુદાન ગઢવી જોડાયા હતા