પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/12/2025 4:59:45 PM

તા.૧૫/૦૭/૨૦૧૯ થી તા.૨૧/૦૭/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

છેલ્લા નવ વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર.

                                                   

        ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી નાસતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે રેન્જના જીલ્લામાં ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી.ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી રેન્જના પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ ખાનગી બાતમીરાહે ગારીયાધાર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નંબર ૬૫/૨૦૧૦ પ્રોહી કલમ ૬૬-બી,૬૫ એ,ઇ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી લાલજીભાઇ ઉર્ફે વિજયભાઇ લાખાભાઇ ચૈાહાણ ઉ.વ.૩૩ રહેવાસી બોડીયા ગામ તા.લીલીયા જી.અમરેલી વાળાને તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

       આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી,.પરમાર સાહેબની સુચનાથી એ.એસ.આઇ. પી.આર.સરવૈયા તથા હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા બાબાભાઇ આહીર તથા પોલીસ કોન્સ.જગદેવસિંહ ઝાલા તથા એઝાઝખાન પઠાણ તથા નીતીનભાઇ ખટાણા  વિગેરે જોડાયા હતા.

 

રૂપિયા ૩૦૮૦૦/- ની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે એક ઇસમને ગારીયાધાર ખાતેથી ઝડપી પાડતી ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી.

 

         ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાના હેતુથી અને આર્થિક લાભ મેળવવાના હેતુથી અમુક ઇસમો ભારતીય ચલણી બનાવટી નોટો બજારમાં ખરા તરીકે ઉપયોગ કરતા તત્વો બાબતે માહિતી મેળવી આવા તત્વોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબને ખાસ કામ સોપેલ અન્ય એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જી.જાડેજા સાહેબની આગેવાનીમાં એલ.સી.બી.ની એક  ટીમ બનાવી આવા ઇસમો બાબતે માહિતી મેળવવા ખાનગી ઓપરેશન હાથ ધરેલ અને તેના ભાગરૂપે આજરોજ ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી.એ ગારીયાધાર બસ સ્ટેશન પાસેથી એક ઇસમને રૂપિયા ૩૦૮૦૦/- ની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડેલ છે. 

        આ બનાવની વિગત એવી છે કે, ગઇ કાલે ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જી.જાડેકાની આગેવાનીમાં એલ.સી.બી.ના પોલીસ કોન્સ. શક્તિસિંહ સરવૈયા તથા દિલીપભાઇ ખાચરને મળેલ સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા રહેવાસી ગામ મોટા ચારોડીયા તા. ગારીયાધારવાળો બનાવટી ભારતીય ચલણી નોટો થોડા દિવસથી બજારમાં ઘુસાડે છે અને તે બસ સ્ટેશન થી પરવડી જવાના રસ્તે નીકળનાર છે જે બાતમી આધારે વોચ ગોઢવી બસ સ્ટેશન પાસે સર્કિટ હાઉસના દરવાજા પાસેથી આરોપી હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા/પટેલ ઉ.વ.૩૪ રહેવાસી ગામ મોટા ચારોડીયા તા. ગારીયાધાર જીલ્લો ભાવનગર વાળાને બનાવટી ભારતીય ચલણીની નોટો *રૂપિયા ૫૦૦ ના દરની નોટ ૬૦ તથા ૨૦૦ ના દરની નોટ ૦૪ મળી કુલ રૂપિયા ૩૦૮૦૦/- ની સાથે ઝડપી પાડેલ હતો અને તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એલ.સી.બી.ના પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચારે ફરિયાદ આપી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જેના આગળની તપાસ એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.  

        આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એસ.ઓ.જી.ના હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા પોલીસ કોન્સ. શક્તિસિંહ સરવૈયા તથા દિલીપભાઇ ખાચર તથા મનદીપસિંહ ગોહિલ તથા ડ્રાઇવર ચિરંતનભાઇ રાવલ જોડાયા હતા.

 

ભાવનગર જીલ્લા સહિત ૪ જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને નવા રાજપરા ખાતેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ.

 

        ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સા.ના ધ્યાને એવી હકિકત આવેલ કે, ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લામાં પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત મળતા આવા તડીપાર ઇસમોને ઝડપી પાડવા જીલ્લાના અધિકારીશ્રીઓને સુચના આપેલ જેના ભાગ રૂપે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળાને સંયુકત મળેલ બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, અમદાવાદ ગ્રામ્ય, ગીર સોમનાથ જીલ્લામાંથી બે વર્ષ સુધી તડીપાર થયેલ ઇસમ મનસુખભાઇ ઉર્ફે આણંદભાઇ ઠાકરભાઇ ઢાપા ઉ.વ. ૨૭ રહે. નવા રાજપરા વાડી વિસ્તાર તા.તળાજા, જી.ભાવનગર વાળાને નવા રાજપરાના હનુમાનજી મંદિર પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. 

      આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા તથા ડ્રા.પોલીસ કોન્સ. પરેશભાઇ પટેલ જોડાયા હતા