પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્યગાથા

4/19/2024 6:44:33 AM

તા.૧૦/૦૬/૨૦૧૯ થી તા.૧૬/૦૬/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

 

અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસની ટીમ.

                                                 

        તાજેતરમાં રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબે જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લા પોલીસને આદેશ આપેલ જે અનુંસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબના  માર્ગદર્શન અને સુચનાથી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ. શરદભાઇ ભટ્ટ તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને સંયુક્ત બાતમી હકિકત મળેલ હતી કે,  નિલમબાગ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૧૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬  પોકસો એકટ ૧૨, ૧૮ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી વિશાલભાઇ ધીરૂભાઇ કણજરીયા/કોળી ઉવ. ૨૧ ધંધો- હિરા ઘસવાનો રહે. હાલ ડભોલી ગામ અખંડઆનંદ સોસાયટી આંબાલાલ મારવાડીના મકાનમાં સુરત મુળ ગામ ડુંગર ગામ કલ્યાણનગર હનુમાનજીની ડેરી પાસે  તા.રાજુલા જી. અમરેલી વાળાને એસ.ટી.સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.                                        

      આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. શરદભાઇ ભટ્ટતથા અતુલભાઇ ચુડાસમા તથા હારીતસિંહ ચૈાહાણ તથા યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા.

 

 

ભારતીય ચલણની જાલી નોટો બનાવવાનો ગુન્હો કરી છેલ્લાં ચાર માસથી નાસતા ફરતાં આરોપીને ગીરસોમનાથના પસવાળા ગામેથી ઝડપી લેતી ભાવનગર જીલ્લાની પોલીસ ટીમ.

                                                   

        તાજેતરમાં રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જનાં ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબે જીલ્લામાં તથા બહારનાં જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લા પોલીસને આદેશ આપેલ જે અનુંસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે નાસતા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગરૂપે ખાસ ત્રણ ટીમો બનાવેલ તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ટીમોને રવાના કરવામાં આવેલ તેમાં ગુજરાત રેન્જમા ગયેલ ટીમમાં વરતેજ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એચ.બી.ગોહિલ તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનનાં તરુણભાઈ નાદવા, ભાવનગર મેરિન પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ. અજીતસિંહ મોરી, શક્તિસિંહ જાડેજા, ભરતનગર પો.સ્ટેશનનાં તથા પો.કોન્સ. લાલજીભાઈ સોલંકી, કાંતિભાઈ ઘોઘા પો.સ્ટે.ના ડ્રા.પો.કોન્સ રઘુવીરસિંહ રાયજાદા તથા શિહોર પો.સ્ટે ના ડ્રા.પો.કોન્સ રાજેન્દ્રસિંહ ચુડાસમાની ટીમ બનાવી ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે ના ફસ્ટ ગુ.ર.ન.૧૧/૧૯ ઇ.પી.કો.કલમ ૪૮૯ (એ).(બી).(સી).(ડી) ૧૨૦.(બી) ૧૧૪મુ ના કામનો આરોપી લક્ષ્મણભાઈ ગોવિંદભાઇ લેવા/ગરવી પટેલ ઉ.વ.૪૦ રહે-પસવાળા તા-ઉના જિલ્લા-ગીરસોમનાથ વાળો ભારતીય ચલણની જાલી નોટો બનાવવાનો ગુંન્હો કરી છેલ્લા ચાર માસથી નાસતો ફરે છે આ આરોપીના રહેવાના સરનામે સતત બે દિવસ વોચ રાખી પસવાળા ગામેથી પકડી પાડવામાં ભાવનગર પોલીસ ટીમને સફળતા મળેલ છે.

      આ સમગ્ર કામગીરીમા પો.સ.ઇ.શ્રી એચ.બી.ગોહિલ, પો.કોન્સ તરુણભાઈ નાંદવા, પો.કોન્સ. અજીતસિંહ મોરી, પો.કોન્સ.શક્તિસિંહ જાડેજા, પો.કોન્સ.લાલજીભાઈ સોલંકી, પો.કોન્સ.કાંતિભાઈ પીઠાભાઈ, ડ્રા.પો.કોન્સ રઘુવીરસિંહ રાયજાદા તથા ડ્રા.પો.કોન્સ રાજેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા અને આરોપી પકડી પકડવામા સફળતા મળેલ છે