પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/4/2025 1:37:17 PM

તા.૦૩/૦૬/૨૦૧૯ થી તા.૦૯/૦૬/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

 

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

બોટલ નંગ- ૩૬ કિ.રૂ. ૧૦,૮૦૦/- ભારતીય બનાવટનો દારૂનો જથ્થો  પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર પોલીસ

    ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી.એલ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ.શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ તથા જુગારની નાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.

      જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તાનરમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન હેડ કોન્સ.  કલ્યાણસિંહ જાડેજાને બાતમી રાહે હકિકત મળેલ કે રૂવા ૨૫ વારીયા પ્લોટ સીતારામનગરમાં રહેતા જયેશ દિનેશ સોલંકી ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી તાત્કાલીક રૂવા ૨૫ વારીયા પ્લોટ સીતારામનગરમાં રહેણાક મકાન  ઉપર  રેઇડ કરતા જયેશ S/O દિનેશભાઇ જગજીવનભાઇ સોલંકી ઉ.વ.૨૩ ધંધો-મજુરી  રહે. રૂવા ૨૫ વારીયા પ્લોટ સીતારામનગર ભાવનગર વાળા ભારતીય બનાવટની  એપીસોડ કલાસીક  વિહીસ્કી ની ૭૫૦ એમ.એલ.ની સીલપેક કાચની બોટલ નંગ- ૩૬ કિ.રૂ. ૧૦,૮૦૦/-સાથે પકડાય ગયેલ મજકુર ઇસમો વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવવામાં આવેલ છે. 

       આ કામગરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા, હેડ કોન્સ. જે.વી.ઝાલા, આર.એમ.સરવૈયા, કે.જે.જાડેજા તથા પો.કોન્સ. અજયસિંહ વાઘેલા  વિગેરે જોડાયેલ હતા.

 

જેસર તાલુકાના કરલા ગામેથી દાઠા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર પોલીસ

               

       ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ.શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

          જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર  એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો જેસર વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પોલીસ કોન્સ.  રાજેન્દ્રસિંહ સરવૈયા જેસર તાલુકાના કરલા ગામ પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, દાઠા  પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. ૩૬૩, ૩૬૬, ૩૭૬  ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી બાબભાઇ દેવાયત કાઠી  તેના ગામના રહેણાક મકાન ઉપર છે.  તેવી હકિકત મળતા તુરતજ કરલા ગામે આવી મજકુરના રહેણાક મકાનની ઝડતી કરતા મજકુર બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ. સરનામું પુછતા બાબભાઇ દેવાયતભાઇ કાઠી/ડાંગર ઉવ. ૪૦  રહે. કરલા ગામ તા. જેસર જી.ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે દાઠા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ. ગુ.ર.ન. ૩૪/૨૦૧૮ ઇ.પી.કો. ૩૭૬,૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય જે બાબતે ખુંટવડા પોલીસ સ્ટેશનમાં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે દાઠા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ. શ્રી.ને જાણ કરવા તજવીજ કરેલ છે.  

        આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં વુમન એ.એસ.આઇ. આઇશાબેન બેલીમ  હેડ કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા, પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા, જયદિપસિંહ ગોહિલ, ઇમ્તીયાજખાન પઠાણ, વિઠ્ઠલભાઇ બારૈયા તથા ડ્રા.મહેશભાઇ ભેડા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.