પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/4/2025 8:06:05 PM

તા.૧૩/૦૫/૨૦૧૯ થી તા.૧૯/૦૫/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.      કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.      ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.      મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.      બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.      કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.      કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.      કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.      કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.      કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.    પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.    કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.    કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.   સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.   કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.    પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.    

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

કુંભારવાડા વિસ્તારમાં મોડી રાત્રીના  કેબલ ભંગારના ધંધાર્થીનું અપહરણ કરી લુંટી લેવાના વણ શોધાયેલ ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી લેતી ભાવનગર  એસ.ઓ.જી.પોલીસની ટીમ

       આ બનાવની વિગત એવી છે કે, રાત્રીના આશરે સાડા બારેક વાગ્યે આ કામના ફરિયાદી સાદીકભાઇ  યુનુસભાઇ હડપા રહેવાસી ભીલવાડા સર્કલ ભાવનગર, વાળા પોતાનો કુંભારવાડા વિકટર ખારમાં આવેલ ડેલેથી તાંબા પીતળનો માલ ભરી ટેમ્પામાં વજન કરાવવા માટે પોતાનું મોટર સાયકલ લઇને પાછળ જતા હતા ત્યારે રસ્તામાં ત્રણ માણસોએ તેને રોકી તેનું તેનાજ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નં. GJ 04 CN 6717 માં આંખે રૂમાલ બાંધી અપહરણ કરી પ્રથમ નારી રોડ ઉપર લઇ ગયેલ અને ત્યા ફરિયાદીને કહેલ કે, તારે મારી બેન સાથે સંબંધ છે તેમ કહી ધમકાવી મોબાઇલ ફોનમાં ફરિયાદી પાસે કબુલાત કરતો વિડોયો ઉતારી બાદમાં ફરિયાદીને છોડી મુકવા રૂપિયા ૧૫ લાખની માંગણી કરેલ અને ફરિયાદી મુક્ત થવા રૂપિયા ૭ લાખ આપવા તૈયાર થયેલ તે વખતે આરોપીઓએ ફરિયાદી પાસેથી સેમસંગ મોબાઇલ ફોન-1 કિ.રૂ|. ૭૦૦૦/- તથા રોકડ રૂપિયા ૮૨૦૦/- લુંટી લીધેલ અને બાકીના પૈસા ઘરેથી આપવાનું કહેતા આરોપીઓ ફરિયાદીને મો.સા.માં વચ્ચે બેસાડી તેના ઘરે લઇ જતા હતા અને ફરિયાદી રસ્તામાં ક્રેસન્ટ સર્કલ પાસે મોકો જોય મો.સા.માંથી ઉતરી ભાગી ગયેલ અને આરોપીઓ ફરિયાદીનું મો.સા. લઇ નાશી ગયેલ જે બાબતે ફરિયાદીએ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ હકિકત જાહેર કરતા 

       ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા સમજી ભાવનગરના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા એસ.ઓ.જી./એલ.સી.બી.ને તથા ભાવનગર ડીવીઝન પોલીસને સુચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એચ.ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી./એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી. એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે માહિતી મેળવી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ (૧) સીરાઝભાઇ સલીમભાઇ ચાંદ ઉ.વ.૨૦, રહે. કુંભારવાડા ગોપાલ સોસાયટી ભાવનગર. (૨) અનવરભાઇ જાકીરભાઇ મીઠાણી ઉ.વ.૨૨, રહે. કુંભારવાડા ગીરનાર સોસાયટી ભાવનગર. (૩) આકાશભાઇ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૩, રહે. કુંભારવાડા ગોકુલનગર ભાવનગર. (૪) અશોક ઉર્ફે કડી ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૦, રહે. હાદાનગર વેલનાથ ચોક ભાવનગર. (૫) સાગરભાઇ ઉર્ફે બન્ના કેશુભાઇ મકવાણા ઉ.વ.૧૮ રહે, કુંભારવાડા અમર સોસાયટી ભાવનગર વાળાઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ તથા અપહરણ તથા લુંટના ગુન્હામાં વાપરેલ મોટર સાયકલો સાથે ઝડપી પાડેલ છે. 

     આમ એસ.ઓ.જી. પોલીસે રાત્રીના સમયે થયેલ અપહરણ લુંટના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. તપાસ દરમ્યાન આ કામના ફરિયાદીના પર સ્ત્રી સાથેના આડા સંબંધોનો લાભ ઉઠાવી બ્લેક મેઇલ કરી પૈસા કઢાવવાના હેતુસર અપહરણ કરેલાનું જણાયેલ છે. આરોપીઓની હાલ પુછપરછ ચાલુ છે. આરોપીઓ બાબતે માહિતી મેળવવા ભાવનગર શહેરની તીસરી આંખ સમાન નેત્ર કમાન & કંટ્રોલ રૂમ ખુબજ ઉપયોગી થયેલ છે. 

     આ કામગીરીને સફળ બનાવવામાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી. એમ.એચ.ઠાકર સાહેબની રાહબરી નીચે એસ.ઓ.જી./એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ, બોરતળાવ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. કે.એમ.રાવળ, એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા, નેત્ર કમાન એન્ડ કંટ્રોલ રૂમમા પોલીસ સબ ઇન્સ. જાડેજા, એસ.ઓ.જી.ના પ્રદિપસિંહ ગોહિલની બાતમી આધારે અનીરૂધ્ધસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, હારીતસિંહ ચૌહાણ, ટી.કે.સોલંકી, એલ.સી.બી.  સ્ટાફ તથા બોરતળાવ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ જોડાયો હતો.

 

ગંગાજળિયા પો.સ્ટે ના વિસ્તારમાં થયેલ  ચોરીનો ભેદ નેત્રના સી.સી.ટી.વી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમા ઉકેલી નાખી એક રીઢા ચોર ઈસમને ચોરીમાં ગયેલ મુદામાલ તેમજ ચોરીમાં ઉપયોગ લીધેલ એક લોડીગ રીક્ષા સાથે પકડી પાડતી ગંગાજળિયા પોલીસ

         ભાવનગર જીલ્લા રેન્જના અશોકુમાર યાદવ સાહેબ તાથા મ્હે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ના.પો.અધિ. શ્રી. એમ.એસ.ઠાકર સા. દ્વારા ગંગાજળિયા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા સી.સી.ટી.વી.ના ફૂટેજ ચેક કરવા સુચના આપેલ

        જે સુચના અને માર્ગદર્શન હેઠળ નેત્રની ટીમ દ્વારા ગંગાજળીયા પો.સ્ટે.ના ડી-સ્ટાફના પોલીસ કર્મચારી પાસે રહેલ માહિતિના આધારે ચોરીના બનાવના વિસ્તાર તેમજ તેની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ની ચકાસણી કરી ચોરી કરનાર ઇસમો દ્વારા ઉપયોગમાં લેવાયેલ વાહન અને આ ઇસમો ક્યા વિસ્તાર તરફ ગયા તે અંગેની માહિતિ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ડીસ્ટાફનાં પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલ. ત્યાર બાદ  પો.કો. રૂપદેવસિંહ રાઠોડ તથા પો.કો. દશરથસિંહ ગોહિલને મળેલ બાતમી રાહે હકીકત મળેલ કે એક ઈસમ પીળા કલરના મોરા વાળી લોડીગ રિક્ષામાં શકાસ્પદ મુદામાલ લઈ મોતી તળાવ વેચવા જાય છે જે બાતમી આધારે મોતીતળાવ મોગલમાંના મંદિર પાસે વોચ માં હતા દરમ્યાન ઉપરોક્ત બાતમી વાળી રિક્ષા નીકળતા તેને રોકી મજકુર રિક્ષા ચાલકનું નામ પૂછતાં સલીમભાઈ અજુહુસૈનભાઈ નકવી  ઉવ 33 રહે ફુલસર, ૨૫-વારીયા ભાવનગર મૂળ ગામ મિયાણી રાજસ્થળી તા.ઘારી જિલ્લા. અમરેલી વાળો હોવાનું જણાવેલ મજુકુર પાસેથી

 (૧) બે ટ્રકની પાટલા બેટરી જેની કી.રૂ.૨૫.૦૦૦ /-

 (૨)  એક ૭૫ ટંન કેપીસીટીનો જેક જેની કી.રૂ.૨૦૦૦/-

 (૩) એક ટેપ તથા સ્પીકર જેની કિ. રૂ ૩૫૦૦/- 

 (૪) એક પાણી નો જગ જેની કિ રૂ ૫૦૦/-

 (૫) તેમજ ગુન્હા માં વપરાયેલ લોડીગ રીક્ષા જેની કી રૂ ૫૦.૦૦૦/- ગણી કુલ   ૮૧.૦૦૦/- ના  મુદામાલ સાથે મળી આવેલ. 

                આમ નેત્રના સી.સી.ટી.વી. ફૂટેજના આધારે વણશોધાયેલ ચોરી નો ગુન્હો શોધી કાઢવામા સફળતા મળેલ