પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/4/2025 9:57:46 PM

તા.૨૯/૦૪/૨૦૧૯ થી તા.૦૫/૦૫/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

 

૧.      કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.      ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.      મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.      બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.      કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.      કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.      કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.      કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.      કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.    પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.    કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.    કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.   સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.   કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.    પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.    

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

ભાવનગર જીલ્લાના શિહોરના રાજપરા ગામેથી દેશી દારૂ ગાળવાની મીની ફેકટરી ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસની ટીમ

 

    ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી.પોલીસ શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ તથા એલ.સી.બી. શાખાના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખાના  હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા એલ.સી.બી.ના પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણા ને મળેલ સંયુકત બાતમી હકિકત મળેલ હતી કે,  શૈલેષભાઇ દીપસંગભાઇ મોરી રહેવાસી વરતેજ વાળો શિહોરના રાજપરા ગામે મેલડીમાના મંદિર પાસે  દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી બનાવી દેશી દારૂ ગાળે છે. જે હકિકત આધારે ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસે સંયુક્ત રીતે રેઇડ કરતા મજકુર શૈલેષભાઇ મોરી સ્થળ ઉપર હાજર મળી આવેલ નહી સદર જગ્યાએ પતરાનો સેટ બનાવી ગેસના મોટા ચુલાઓ મુકી દેશી દારૂ ગાળવાની મીની ફેકટરી બનાવવામાં આવેલ હતી. સદર જગ્યાથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. 

(૧) દેશી દારૂ લીટર ૨૦૦ કિ.રૂ|. ૪૦૦૦/-  (૨)  આથો લીટર- ૨૦૦૦ કિ.રૂ|. ૪૦૦૦/- 

(૩) આથો ભરવાના  ટીપ-૧૦ કિ.રૂ|. ૨૦૦૦/- (૪) ગોળના ડબ્બા નંગ-૬ કિ.રૂ|. ૪૫૦૦/- 

(૫) ગેસના ચુલા નંગ-૨ કિ.રૂ|. ૨૦૦૦/-  (૬) ઇન્ડેન ગેસના બાટલા-૪ કિ.રૂ|. ૪૦૦૦/- 

(૭) દારૂ ગાળવાનું બેરલ-૧ કિ.રૂ|. ૪૦૦/-  

      મળી કુલ રૂપિયા ૨૦,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.  અને મજકુર આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી એલ.સી.બી.શાખાના પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણાને પ્રોહી એકટની કલમો હેઠળ ફરિયાદ આપી શિહોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. 

        આ કામગીરીમાં એસ.ઓ.જી./એલ.સી.બી.શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ તથા એલ.સી.બી. શાખાના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચનાથી એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા, જગદીશભાઇ મારૂ, પોલીસ કોન્સ. હારિતસિંહ ચૌહાણ, એ.એસ.આઇ. પી.બી.ગોહિલ, એ.એસ.રાણા,  હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણા તથા કેવલભાઇ સાંગા જોડાયા હતા.