તા.૧૮/૦૩/૨૦૧૯ થી તા.૨૪/૦૩/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(ડી.ડી.ચૌધરી)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ભાવનગર જીલ્લાના ભરતનગમાં મહિલાને બેભાન બનાવી ઘરેણાની ઠગાઇ કેસમાં શખસ ઝડપાયો.
ભાવનગર જીલ્લાના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારની મહિલાને તેમજ અન્ય એક બ્રાહ્મણ વેપારીને ઝેરી પદાર્થ પાઇ બેભાન બનાવી ઘરેણાની થયેલી ઠગાઇના કેસમાં પોલીસને ચકમો આપી નાસતા ફરતા શખસની ભાવનગર આર.આર.સેલના સ્ટાફે ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધો હતો. બે દિવસ પુર્વે રાજકોટ ક્રાંઇમ બ્રાંચે રેડ કરી ઠગાઇ કરતી ગેંગને ઝડપી પાડી હતી તે વેળાએ દેવરાજનગરનો શખ્ય પોલીસને ચકમો આપી નાસી છુટયો હતો.
ભરતનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતા મહિલાને શખસે બુશુદ્ધ બનાવી તેઓને ધરેણાની લુંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી જે મામલે ભરતનગર પોલીસ મથકમાં ગુના રજીસ્ટર નં.૧૭/૧૯ ઇપીકો કલમ-૪૦૬, ૪૨૦, ૧૨૦-બી, ૧૧૪ મુજબનો ગુનો કમલેશ ઉર્ફે મુન્નો પોપટભાઇ ચાવડા (રે. હનુમાનગર, દેવરાજનગર,ભાવનગર) વિરૂદ્ધ નોંધાયો હતો. તેમજ રજકોટ ગ્રામ્ય લોધીકા પોલીસ મથકના ફર્સ્ટ ગુના નં.૧૪/૧૯ ઇપીકો કલમ-૩૯૯, ૪૦૨,૧૨૦-બી, તેમજ ૧૩૫ મુજબના ગુનામાં ઉક્ત શખસ નાસતો ફરી રહ્યો હતો.
દરમિયાન ભાવનગર આર.આર.સેલના પી.એસ.આઇ.શ્રી ડી.ડી.પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળેલ કે ઉક્ત ગુનાના કામે ફરાર શખસ ભરતનગર ચોકડી ઉભો છે. હકીકત આધારે તપાસ હાથ ધરી કમલેશ ઉર્ફે મુનાની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી લીધી હતી. કમલેશ ઉર્ફે મુનો બે દિવસ પુર્વે રાજકોટ ગ્રામ્ય ક્રાંઇમ બ્રાંચે મેટોડા જી.આઇ.ડી.સી.માં લૂંટની યોજનાને અંજામ આપવાની તૈયારી કરી ગેંગના સાત સભ્યોને ઝડપી પાડ્યા હતા ત્યારે ઉ.ક્ત શસખ શિહોરના અજય મકવાણ સાથે પોલીસને ચકમો આપી ફરાર બન્યો હોવાનું આર.આર.સેલમાંથી જાણવા મળ્યુ હતું.