પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/4/2025 7:59:57 PM

તા.૦૪/૦૩/૨૦૧૯ થી તા.૧૦/૦૩/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

 

૧.      કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.      ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.      મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.      બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.      કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.      કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.      કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.      કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.      કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.    પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.    કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.    કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.   સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.   કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.    પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.    

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

ભાવનગર સહિત કુલ-૭ જીલ્લામાં તડીપાર થયેલ ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લોસ્કોડ

        ભાવનગર જીલ્લાના નવ નિયુકત પોલીસ અધિક્ષકશ્રી.જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા પરોલ જંપ થયેલ ઇસમો તથા તડીપાર થયેલ ઇસમોને પકડવાની ખાસ ઝુંબેસ હાથ ધરેલ છે. જે અનુસંધાને આજરોજ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી.એન.જી.જાડેજા સાહેબ તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન બાતમી આધારે ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ, અમદાવાદ જીલ્લાના વિસ્તાર માંથી બે વરસ માટે હદપાર થયેલ ઇસમ મેહુલ ઉર્ફે મોગલી વશરામભાઇ પરમાર ઉ.વ.૨૩ રહે. આણંદનગર પચ્ચીસ વારીયા બજરંગદાસ બાપાના મંદિરની સામે પ્લોટ નં.૧૪૫ એફ. ભાવનગર વાળાને આનંદનગર વિમાના દવાખાના પાસેથી ઝડપી લીધેલ અને આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.           

                                આ કામગીરીમાં પેરોલ ફર્લોસ્કોર્ડના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી.એન.જી.જાડેજા તથા પોલીસ હેડ.કોન્સ. જગદીશભાઇ મારૂ, મહાવીરસિંહ ગોહીલ, પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ, મુકેશભાઇ પરમાર તથા કેવલભાઇ સાંગા જોડાયા હતા.