પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/4/2025 9:45:41 PM

તા.૨૮/૦૧/૨૦૧૯ થી તા.૦૩/૦૨/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. જે આપ સાહેબ ને વિદિત થાય.

 

૧.      કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.      ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.      મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.      બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.      કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.      કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.      કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.      કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.      કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.    પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.    કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.    કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.   સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.   કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.    પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.    

 

 

 

(ડી.ડી.ચૌધરી)

   નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ઘોઘા તાલુકાના રામપર ગોરીયાળી ગામની સીમમાંથી ૭૨ કિલો ૪૫૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ તથા સી.પી.આઇ. ભાવનગર રૂરલ તથા ઘોઘા પોલીસ

 

                        ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી રહેલ છે.

                જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબને ચોક્કસ અને આધારભુત સુત્રોથી બાતમી હકિકત મળેલ હતી કે, “ઘોઘા તાલુકાના ગોરીયાળી ગામે રહેતા લાલજીભાઇ મોહનભાઇ ચૌહાણે પોતાની ગોરીયાણી ગામે આવેલ સોનારી નામે ઓળખાતી વાડીએ કપાસ, એરંડા તથા મરચીના વાવેતર વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરેલ હતું અને હાલ ગાંજાના છોડ વાઢી (કાપી) ને સુકવણી કરવા વાડીએ રાખેલ છે.” જે બાતમી હકિકત આધારે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ તથા સી.પી.આઇ. ભાવનગર રૂરલ એમ.એ.રાઠોડ  તથા ઘોઘા પોલીસ સબ ઇન્સ. એસ.એમ.રાણા તથા નાયબ મામલતદાર ઘોઘા વિ.કે.ગોહિલ તથા પોલીસ સ્ટાફ તથા તલાટી કમ મંત્રી તથા પંચો સાથે સોનારીની સીમ રામપર ગોરીયાળી ગામ લાલજીભાઇ મોહનભાઇની વાડીએ રેઇડ કરતા લાલજીભાઇ ઉર્ફે બાલાભાઇ મોહનભાઇ ચૌહાણ ઉ.વ. ૪૯ રહેવાસી સોનારીની સીમ રામપર ગોરીયાળી તા. ઘોઘા જી. ભાવનગર વાળાએ પોતાની વાડીમાં કરેલ કપાસ, એરંડા તથા મરચીના વાવતરની વચ્ચે (આડમાં) ગાંજાના છોડનું વાવેતર કરેલ છે જે ગાંજાના છોડની કાપણી કરી સુકવણી અર્થે પોતાના ઘરમાં રાખેલ ૭૨ કિલો ૪૫૦ ગ્રામ ગાંજો ૪,૩૪,૭૦૦/- નો મસમોટો જથ્થો મળી આવેલ મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી મજકુર આરોપી સામે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબે ફરિયાદ આપી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા નાઓ ચલાવી રહ્યા છે. 

                                આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ, યોગેન્દ્રસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, બલવિરસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, જે.બી.ગોહિલ, ટી.કે.સોલંકી, મહાવિરસિંહ ગોહિલ, પોલીસ કોન્સ.ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સોહિલભાઇ ચોકીયા, નીતીનભાઇ ખટાણા, શરદભાઇ ભટ્ટ, અતુલભાઇ ચુડાસમા, રાજદીપસિંહ ગોહિલ, હારીતસિંહ ચૌહાણ, બાવકુદાન ગઢવી, પ્રદિપસિંહ ગોહિલ, મુકેશભાઇ પરમાર, મહિપાલસિંહ ગોહિલ, ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ, પરેશભાઇ પટેલ, સી.પી.આઇ. ભાવનગર રૂરલ શ્રી એમ.એ.રાઠોડ સાહેબ, હેડ કોન્સ. જેઠુભા ગોહિલ, ઘર્મરાજસિંહ ગોહિલ, ડ્રાઇવર વિરલભાઇ પડધરીયા, ઘોઘા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એસ.એમ.રાણા, હેડ કોન્સ. અશ્ર્વિનસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ. મહાવિરસિંહ રાયજાદા, ગીરીરાજસિંહ જાડેજા તથા ડ્રાઇવર રઘુવિરસિંહ ગોહિલ જોડાયા હતા.